મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગામના વિકાસમાં ભ્રષ્ટાચાર, નવસારીના ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન સરપંચ, ઉપ સરપંચ સહિત તલાટી ઝડપાયા

નવસારી જિલ્લાના ઓંજલ માછીવાડ ગામના જાગૃત નાગરિક દ્વારા ગામના તત્કાલીન સરપંચ, ઉપસરપંચ અને તલા

ગામના વિકાસમાં ભ્રષ્ટાચાર, નવસારીના ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન સરપંચ, ઉપ સરપંચ સહિત તલાટી ઝડપાયા

નવસારી જિલ્લાના ઓંજલ માછીવાડ ગામના જાગૃત નાગરિક દ્વારા ગામના તત્કાલીન સરપંચ, ઉપસરપંચ અને તલાટી સામે 13માં નાણાંપંચમાં ફાળવાયેલી ગટર યોજનામાં નિયત કરેલા કામ કરવાનું હતું. જેના બદલે હલકી ગુણવત્તા તેમજ ઓછા વ્યાસના પાઇપ નાખી સરકારને લાખોનો ચૂનો ચોપડાયો હતો. ભ્રષ્ટાચાર આચરવાના મામલે ACBમાં થયેલી અરજીના આધારે થયેલી તપાસમાં ત્રણેયની સંડોવણી બહાર આવતા આજે નવસારી ACB કચેરી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

2019માં અરજી થયેલી

2019 ના વર્ષમાં ગામના જાગૃત નાગરિક દ્વારા નવસારી એન્ટીકરપ્શન બ્યુરો કચેરીમાં ગામના મહિલા સરપંચ નીતા રાજેશભાઈ ટંડેલ અને ઉપસરપંચ રાજેશભાઈ ઉકાભાઇ ટંડેલ સહિત ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી વીપીનકુમાર સવજીભાઈ ગળથરીયા વિરુદ્ધ ગામના વિકાસના કામોમાં 2015-16 ના વર્ષમાં ઉચાપાત કરી હોવાને લઈને અરજી કરવામાં આવી હતી. ACB એ ગુપ્ત રાહે છેલ્લા પાંચ વર્ષથી તપાસ કરતા ત્રણેય આરોપીઓ દોષિત સાબિત થયા હતા, જેના આધારે આજે ત્રણેયની ધરપકડ કરવામાં આવતા જલાલપુર તાલુકાના ગામોમાં ચકચાર મચી જવા પામી છે.

ગટર લાઈનનું કામ ઓછું કર્યુ

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા ઓંજલ માછીવાડ ગામ દરિયા કિનારે વસેલું ગામ છે, સરકાર અલગ-અલગ યોજના થકી ગામમાં વિકાસ થાય તે માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે, ગામ દ્વારા ચૂંટાયેલી પાક જ ગામના વિકાસના સ્થાને પોતાના ગજવા ભરવા માટે પ્રયત્નશીલ હોય છે તેમાં અનેક બનાવો ભૂતકાળમાં પણ સામે આવ્યા છે, ગ્રામ પંચાયતમાં 13 માં નાણાપંચના ગટર યોજના કામ માટે મંજૂર થયેલા ગટર લાઈનના કામમાં મંજૂરી કરતા ઓછી લંબાઈના પાઇપો તથા ઓછા વ્યાસના પાઈપો વાપરીને પ્લાન એસ્ટીમેન્ટને બદલે 767.5 મીટર સિમેન્ટ પાઇપ તથા 450 MM વ્યાસના વાપરેલા હતા અને 260 મીટર પાઇપ 300 MM એટલે કે 1 ફૂટ વ્યાસના વાપર્યા હતા, તેમ જ મંજૂર થયેલા 1553 મીટર લંબાઈના પાઇપને બદલે કુડી સહિત 1080 મીટરની ગટરો બનાવીને 476 મીટર લંબાઈની ગટર લાઈનનું કામ ઓછું કરીને કોન્ટ્રાક્ટરના નામના ખોટા બીલો બનાવી કોન્ટ્રાક્ટરના નામે સેલ્ફ ચેકથી નાણા ઉપાડી ત્રણેયને મળેલી સત્તાનો દુરુપયોગ કરી ગુજરાત સરકારના 8,51,946 રૂપિયાનો આર્થિક લાભ લઈ ગુનો આચાર્યો હતો.

પ્રક્રિયા વગર કોન્ટ્રાક્ટ અપાયો

ACB દ્વારા ભ્રષ્ટાચાર મામલે અરજી લઈને 2019 થી 2024 ના વર્તમાન મહિના સુધી તપાસ ચલાવી હતી જેમાં ત્રણે દોષિત સાબિત થતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે, આ કેસમાં નવસારી ACB ના PI બી.ડી રાઠવા ફરિયાદી બન્યા છે,એસીબીની તપાસ સુરત ACB મદદનીશ નિયામક આર.આર.ચૌધરીની સુપરવિઝનમાં કરવામાં આવી હતી તથા કેસની તપાસ સુરતના PI કે આર.સક્સેનાને સોંપવામાં આવી છે. સમગ્ર કેસમાં કોન્ટ્રાક્ટરને એસીબી દ્વારા સાક્ષી બનાવવામાં આવ્યા છે. સરપંચ,ઉપસરપંચ  અને તલાટી કમ મંત્રી દ્વારા ગામના વિકાસના કામોને લઈને કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વગર મનની કરીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો, જેમાં તેમણે આઠ લાખથી વધુના રૂપિયાનો આર્થિક ફાયદો પોતે મેળવ્યો હતો.

દોષિત જણાતા ધરપકડ

માહિતી આપતા નવસારી એસીબીના PI બી.ડી રાઠવા જણાવે છે કે 2015 16 ની વર્ષમાં ઓંજલ માછીવાડ ગામના તત્કાલીન સરપંચ ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા 13 માં નાણાપંચની મળેલી ગ્રાન્ટને ગામમાં વિકાસનો ઉપયોગ ન કરી ઓછું કામ કરી ને હલકી ગુણવત્તાના કામ કરતા કામના જાગૃત નાગરિક દ્વારા અમને આ મામલે 2019 માં અરજી આપવામાં આવી હતી જેના આધારે અમે તપાસ કરતા ત્રણેય દોષિત જણાયા હતા જેના આધારે ત્રણેયની આજે સવારે ધરપકડ કરી છે જેની તપાસ સુરત  ACB પીઆઇ કે.આર. સક્સેનાને સોંપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો