Rajkot news: PDPDUના ડોક્ટરોની મનમાની અને હાજરીને લઈને વિવાદ, મહિલા ડીનના ખુલ્લા પત્રથી મચ્યો ખળભળાટ
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની મનમાની અને હાજ

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની મનમાની અને હાજરીને લઈને ઉઠેલા વિવાદો બાદ કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના ડીન ડો. ભારતીબેન પટેલે આ અંગે એક પત્ર જાહેર કરીને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
વર્તણૂકની ફરિયાદો સામે આવી
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ફરજના સમય દરમિયાન અધિકારીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોની હાજરીની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગના વડા પર રહેશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગેરહાજરી અને મનમાની વર્તણૂકની ફરિયાદો સામે આવી હતી.
જોબ લેટરને લઈને વિવાદ થયો
ખાસ કરીને, તાજેતરમાં એક ઘટનામાં જોબ લેટરને લઈને વિવાદ થયો હતો, જેના પગલે અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડોક્ટરોની હાજરી અને ફરજ પ્રત્યેની બેદરકારીને રોકવા માટે વિભાગના વડાઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જેથી હોસ્પિટલની સેવાઓમાં સુધારો થાય અને દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે.






