મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: કાર ધીમી ચલાવવાના વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ, એક્સ આર્મીમેને કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

ગુજરાતમાં ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ ઘટના ભાવનગરમાંથી સા

Bhavnagar news: કાર ધીમી ચલાવવાના વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ, એક્સ આર્મીમેને કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

ગુજરાતમાં ફરીથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ ઘટના ભાવનગરમાંથી સામે આવી છે.  ભાવનગરના ફુલસર વિસ્તારમાં આવેલા કર્મચારીનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક્સ આર્મીમેન નયનસિંહ ડોડીયા અને પડોશી ભરતસિંહ વચ્ચે રોડ પર ગાડી ધીમી ચલાવવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું હતું.

 રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું 

આ વિવાદના પગલે નયનસિંહ ડોડીયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે બે રાઉન્ડ હવામાં કરવામાં આવ્યા હતા.

મામલો બોરતળાવ પોલીસ સ્ટેશન પહોંચ્યો

આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને લોકોમાં ડરો માહોલ છવાયો હતો. તો બીજી તરફ સમગ્ર મામલો બોરતળાવ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે એક્સ આર્મીમેન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો