સુરતમાં કોર્પોરેટરની નોકરીને લઈને વિવાદ, શિક્ષણ વિભાગના લીગલ એડવાઈઝરના પદ સામે AAPએ ઉઠાવ્યા સવાલ
સુરત મહાનગર પાલિકાના આમ આદમીમાંથી ચૂંટાઈને ભાજપમાં ગયેલા કોર્પોરેટર સ્વાતિબેન ક્યાડા કોર્પોરેટર હોવ

સુરત મહાનગર પાલિકાના આમ આદમીમાંથી ચૂંટાઈને ભાજપમાં ગયેલા કોર્પોરેટર સ્વાતિબેન ક્યાડા કોર્પોરેટર હોવા છતાં પણ શિક્ષણ વિભાગના લીગલ એડવાઈઝરમાં સરકારી નોકરી આપવામાં આવી છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યાં છે. સાથે જ ફરિયાદ પણ આપવામાં આવી છે.
શિક્ષણમંત્રીનો હાથ હોવાના આક્ષેપ
આપ દ્વારા કહેવાયું કે, એક બાજુ હજારો લાખો વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે ત્યારે ભાજપની ગુજરાત સરકાર દ્વારા ભાજપના કોર્પોરેટરને સરકારી નોકરી આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ના મતવિસ્તારના આ ભાજપના કોર્પોરેટર છે અને જિલ્લા શિક્ષણના વિભાગમાં શિક્ષણ મંત્રીના વિભાગે ભાજપના કોર્પોરેટરને નોકરી આપી જે બતાવે છે કે શિક્ષણ મંત્રીની રહેમ નજર હેઠળ આ ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે.
ડીઈઓેને રજૂઆત
60000 રૂપિયાના પગારદાર તરીકેની નોકરી કેવી રીત મળી? આ નોકરી આપવા માટે ભાજપના ક્યા નેતાએ ગાંધીનગરથી ભલામણ કરી? સ્વાતિબેન ક્યાડાને સરકારી નોકરી મળી હતી તો શા માટે સરકારી નોકરી છોડી દેવી પડી? તેમણે કેટલા દિવસ સરકારી નોકરી કરી અને તેને કેટલું માનદ વેતન ચુકવવામાં આવ્યું? આ તમામ સવાલો આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂમાં કરવામાં આવ્યા.








