મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદ: યુવાને મુસ્લિમ મહિલાને જમીન વેચ્યા બાદ વિવાદ વકર્યો, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાતના નડિયાદમાં જમીન બાબતે નવો વિવાદ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ખેડાના નડિયાદમાં તળ

નડિયાદ: યુવાને મુસ્લિમ મહિલાને જમીન વેચ્યા બાદ વિવાદ વકર્યો, સ્થાનિકોએ લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાતના નડિયાદમાં જમીન બાબતે નવો વિવાદ વકર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  ખેડાના નડિયાદમાં તળપદા સમાજના યુવકે આણંદના વિધર્મીને જમીન વેચાણ આપતા વિવાદ સર્જાયો છે.

ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવાયો

પ્રોપર્ટી કાર્ડમાં જમીનનું ક્ષેત્રફળ ચોરસ ફૂટમાં છે, તે જમીનનો વેચાણ કરાર ચોરસ મીટરમાં કરી દેવાયો છે. જેનાં કારણે જમીનની સામે આવેલ તળપદા સમાજની માતાનો મઢ પણ એજ જમીનમાં આવી જાય છે.

સુફિયાબેન વોહરા અને તેમના પરિવારજનોએ આપી ધમકી

જમીન ખરીદનાર આણંદના સુફિયાબેન વોહરા અને તેમના પરિવારજનો દ્વારા હવે સ્થાનિક તળપદા સમાજના લોકોને જમીન ખાલી કરવા અને મંદિર તોડી પાડવા ધમકીઓ અપાઇ રહી છે. જેના કારણે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો