મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : ટ્રેન મોડી આવતા મુસાફરને 7 હજાર રૂપિયા ચુકવવાનો આદેશ, ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો મહત્ત્વનો ચુકાદો

Ahmedabad News : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે મહત્વ

AHMEDABAD : ટ્રેન મોડી આવતા મુસાફરને 7 હજાર રૂપિયા ચુકવવાનો આદેશ, ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો મહત્ત્વનો ચુકાદો

Ahmedabad News : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ટ્રેન મોડી થતા અમદાવાદ  જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનને મુસાફરના પક્ષમાં  મહત્વનો ચુકાદો આપ્યો છે. 

ફરિયાદીની કોલકત્તા - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચતા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. 20 ઓગસ્ટ 2022ના રોજ દાખલ થયેલા કેસમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશને મુસાફરના પક્ષમાં મહત્ત્વનો ચુકાદો આપતા મુસાફરને 7 હજાર રૂપિયા ચુકવવાનો રેલવેને આદેશ કર્યો છે. 

ગ્રાહક તકરાર નિવારણ કમિશને ફરિયાદીને ટિકિટના રૂ.3300ની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદીને માનસિક ત્રાસના રૂ. 5000 અને ફરિયાદ ખર્ચના રૂ.2000 મળીને કુલ રૂ.7000 ચૂકવવા હુકમ કર્યો છે. 

ફરિયાદીને અમદાવાદથી જુદી જુદી કોર્ટમાં કેસ હોવાથી જલ્દી કોર્ટ પહોંચવા શાંતિ એક્સપ્રેસની રૂ.150ની એક એવી 2 ટિકિટ રૂ.300માં બુક કરાવી હતી. ફરિયાદીએ ટિકિટના રૂ.3300 રિફંડ સાથે બંનેના કંપેનશેશનના રૂ.50,000 મેળવવા ફરિયાદ દાખલ કરી હતી. 

આ સમાચાર શેર કરો