મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાપી મહાનગરપાલિકામાં 11 ગામોનો સમાવેશ મામલે કોંગ્રેસનો વિરોધ, ધારાસભ્ય અનંત પટેલે યોજી રેલી

વાપીના મહાનગરપાલિકામાં 11 ગામોને સમાવેશ કરવા કોંગ્ર

વાપી મહાનગરપાલિકામાં 11 ગામોનો સમાવેશ મામલે કોંગ્રેસનો વિરોધ, ધારાસભ્ય અનંત પટેલે યોજી રેલી

વાપીના મહાનગરપાલિકામાં 11 ગામોને સમાવેશ કરવા કોંગ્રેસે 11 ગામના લોકો અને  ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે વિરોધ કર્યો હતો. જેના પગલે વાપી પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું

વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી નગરપાલિકાના મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે નવા સમાવેશ કરવામાં આવેલા ગામોના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને 11 ગામના લોકો દ્વારા વાપીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આજે વાપીમાં વાપી મહાનગરપાલિકાના ઘેરાવનું કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતુ. જેમાં વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં વાપીના મધ્યમાં ઝંડાચોક પર નીચે બેસીને વિરોધ કર્યો હતો. જેમાં મોટાપાયે ગામના લોકો જોડાયા હતા. મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તે માટે મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી હતી. 

ચૂંટણીને લઈને ભાજપ પર આક્ષેપ કરતાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “ચૂંટણીનું જે પરિણામો આવશે તે તેમને સ્વીકાર્ય છે. પરંતુ આ ચૂંટણીમાં વહીવટી તંત્ર સહિત પોલીસ દ્વારા મતદારોને ડરાવવાનું કામ કરવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા ભાજપના કાર્યકર્તા હોય તેવા વર્તન કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા સાથે જ તેમને ચૂંટણીમાં જે પરિણામ આવશે તે સ્વીકારી રહેશે અને સાથે તમામ પાલિકાઓ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો”

આ સમાચાર શેર કરો