મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, “IPS રાજકુમાર પાંડિયન મારી અને પરિવારની હત્યા કે એન્કાઉન્ટર કરી શકે, સુરક્ષા આપો”

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગઈકાલે કહ્યું હતું કે બાબ

જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, “IPS રાજકુમાર પાંડિયન મારી અને પરિવારની હત્યા કે એન્કાઉન્ટર કરી શકે, સુરક્ષા આપો”

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગઈકાલે કહ્યું હતું કે બાબા સિદ્દીકીની જેમ, જો મારી, મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીની હત્યા થાય છે, તો તેના માટે ફક્ત IPS રાજકુમાર પાંડિયન જ જવાબદાર રહેશે. નકલી એન્કાઉન્ટર કેસમાં 7 વર્ષ જેલમાં વિતાવનાર આ અધિકારીનું પાત્ર આખું ગુજરાત જાણે છે. હવે આજે જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને પત્રમાં કહ્યું છે કે IPS રાજકુમાર પાંડિયન મારી અને પરિવારની હત્યા કે એન્કાઉન્ટર કરી શકે, અમને સુરક્ષા આપો. 

અમને સુરક્ષા આપો અથવા IPS રાજકુમાર પાંડિયનને નોકરીમાંથી ડિસમિસ કરો - જીગ્નેશ મેવાણી 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્રમાં જીગ્નેશ મેવાણીએ રજૂઆત કરી છે : 

“આપ જાણો છો એમ ગુજરાતમાં દલિતોને સરકારી પડતર અને ટોચ મર્યાદા ધારા તળે ફાળવેલી 20 હજાર વીઘા જમીનોમાં અસામાજિક તત્ત્વો અને માથા ભારે ગુંડોઓના ગેરકાયદે દબાણો છે. આ મુદ્દે હું સતત તમારી સરકારમાં વિવિધ સ્તરે રજૂઆતો કરતો રહ્યો છું. અમારી આ રજૂઆતોને પગલે તાજેતરમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં બેલા અને નંદા ગામે દલિતોને ફાળવવામાં આવેલી જમીનોમાં માથા ભારે તત્વોનું ગેર કાયદે દબાણ હોવાની કચ્છ જિલ્લાના મહેસૂલી તંત્ર દ્વારા સ્થળ ખરાઈને અંતે કબૂલાત કરવામાં આવી. પરંતુ, આ દબાણ કરનારા વિરૂદ્ધ SP ગાંધીધામ અને IG ચિરાગ કોરડીયા કોઈ લેન્ડ ગ્રેબિંગ કે Atrocities act હેઠળ ગુનો દાખલ કરવા માંગતા નથી અને જમીન ફાળવણીના લાભાર્થી દલિતો ઉપર જીવલેણ હુમલો ન થાય એ સુનિશ્ચિત કરવા કોઈ અટકાયતી પગલાં પણ ભરવા માંગતા નથી. મતલબ કે આ બંને અધિકારીઓ જાણે દલિતો ઉપર કોઈ હિંસક હુમલો થાય એની રાહ જોઉ બેઠા હોય એવું એમનું વલણ છે.

ઉલ્લેખનિય છે કે, આ બાબતે હું અને કોંગ્રેસ પક્ષના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા એડીશન ડી.જી. IPS રાજ કુમાર પાંડિયનને મળવા 15 ઓકટોબરના રોજ બપોરે 12:30 વાગ્યાની આસપાસ ગયેલા. પરંતુ, આ ઘમંડી અધિકારી એ અમો સાથે જે બેહદું વર્તન કરેલ એની વિગતવાર ફરિયાદ અમો એ વિધાનસભાના અધ્યક્ષ માન.શંકરભાઈ ચૌધરીને આપેલ, જેની નકલ આ સાથે સામેલ છે.

આ અધિકારી IPS રાજકુમાર પાંડિયન અગાઉ એન્કાઉન્ટરના એક કેસમાં 302ના આરોપી તરીકે 7 વરસ જેલ કાપી કેસમાંથી ડિસચાર્જ થયેલ છે. એમની સામે અતિ ગંભીર, અતિસંગીન આરોપો છે. તેઓ મારા અને મારા પરિવારના અને ટીમના નજીકના સાથીઓના જાન માલને ગંભીર નુકશાન પહોંચાડે એમ છે અને અમારું એન્કાઉન્ટર કે હત્યા પણ કરવી શકે એમ છે. 

આથી આપ આ પત્રની નોંધ લઈ અમારી સુરક્ષા બાબતે તેમજ IPS પાંડિયનને નોકરીમાંથી ડિસમિસ કરી દેવા બાબતે જે પણ કરવા યોગ્ય કામગીરી હોય તે તાબડતોબ કરશો એવી મારીનમ્ર વિનંતી છે. IPS રાજકુમાર પાંડિયનને નોકરી પર રહેવાનો એક ક્ષણ પણ અધિકાર નથી.” 

આ સમાચાર શેર કરો