મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાવ પેટાચૂંટણી : સાંસદ ગેનીબેનના નિવેદનથી ઠાકોર સમાજના કોંગ્રેસ નેતાઓમાં ભારે નારાજગી, 21મીએ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા

Vav Assembly ByElection 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ અ

વાવ પેટાચૂંટણી : સાંસદ ગેનીબેનના નિવેદનથી ઠાકોર સમાજના કોંગ્રેસ નેતાઓમાં ભારે નારાજગી, 21મીએ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા

Vav Assembly ByElection 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જયારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા 21મી ઓક્ટોબરે શરૂ થશે. જો કે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના કોંગ્રેસ નેતાઓમાં ભારે નારાજગી ઉભી થઇ છે. આ નારાજગીનું કારણ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું એક નિવેદન છે. 

શું કહ્યું હતું ગેનીબેન ઠાકોરે? 

બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ નહીં આપે. આ બાબતે પહેલાથી જ વાતચીત થઈ ગઈ છે.  રણનીતિ પ્રમાણે કોંગ્રેસ વાવ પેટાચૂંટણીમાં ઠાકોર ઉમેદવારે ટિકીટ નહીં આપે., જ્યારે લોકસભાની ટિકીટ ઠાકોર સમાજને આપી ત્યારે જ નક્કી થઇ ગયુ હતું. 

ગેનીબેનના નિવેદનથી ઠાકોર સમાજના કોંગ્રેસ નેતાઓમાં ભારે નારાજગી

સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને ટીકીટ નહીં મળે તેવુ નિવેદન આપ્યુ હતુ જેથી ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજના કોંગ્રેસ નેતાઓમાં ભારે નારાજગી ઉભી થઇ છે. એક તરફ વાવ વિધાનસભામાં ઠાકોર સમાજના આગેવાનોએ કોંગ્રેસમાંથી ટીકીટની માંગ કરી છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી કોંગ્રેસના કાર્યકરો નારાજગી જોવા મળી રહી છે અને જો ઠાકોર સમાજને ટીકીટ ન મળે તો અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે તેવાં સંકેત જોવા મળી રહ્યાં છે.

ભાભર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ વશરામજી ઠાકોરે કહ્યું કે સાંસદ ગેનીબેન ઠાકોરે આવું નિવેદન ન આપવું જોઈએ. તેમના આ નિવેદનથી ઠાકોર સમાજમાં ખુબ આક્રોશ છે. 

તો ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બલાજી ઠાકોરે કહ્યું કે ગેનીબેનના નિવેદનની સમાજમાં રોષ છે. જો કોંગ્રેસ ઠાકોર સમાજના દાવેદારને ટિકિટ નહીં આપે તો સમાજ એકઠો થશે અને આગળ શું કરવું તેનો નિર્ણય કરશે. 

21મી ઓક્ટોબરે શરૂ થશે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા

21મી ઓક્ટોબરે વાવની લોકનિકેતન શાળામાં બપોર 12 વાગ્યાથી કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થશે. ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાસિની યાદવ, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ દ્વારા સેન્સ લેવામાં આવશે. ગુલાબસિહ રાજપૂત, ઠાકરશી રબારી અને કે.પી ગઢવી કોંગ્રેસ પાર્ટીના મજબૂત 3 દાવેદારો છે. સેન્સ પ્રક્રિયામાં આ સિવાય  બીજા નવા દાવેદારો નોધાય છે કે નહીં તેના પર સૌની નજર છે. કોંગ્રેસમાં ત્રણ મજબૂત દાવેદાર બાદ અન્ય કોઇની દાવેદારી નહીં નોધાય તો ત્રણમાંથી એક ફાઈનલ હશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું.

આ સમાચાર શેર કરો