મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કોંગ્રેસના પુંજા વંશે સાંસદ રાજેશ ચુડાસમાને ‘હિસાબ’ કરવા ફેંક્યો પડકાર, જુઓ શું કહ્યું

Junagadh News : જૂનાગઢ બેઠકથી સતત ત્રીજી વખત જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર ઉનાના પ

VIDEO : કોંગ્રેસના પુંજા વંશે સાંસદ રાજેશ ચુડાસમાને ‘હિસાબ’ કરવા ફેંક્યો પડકાર, જુઓ શું કહ્યું

Junagadh News : જૂનાગઢ બેઠકથી સતત ત્રીજી વખત જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પર ઉનાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ નેતા પુંજા વંશે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમયે જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી ને કહો સામ-સામે બેસી ને હિસાબ કરવા માટે તૈયાર છું.

હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને - પુંજા વંશ

ભાજપ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસ નેતા પુંજા વંશે કહ્યું હતું , “હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.” 

નોધનીય છે કે થોડા દિવસો પહેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ એક કાર્યક્રમમાં પોતાના વિરોધીઓને જ ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું, “આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથી, પક્ષ તેમની સામે કાર્યવાહી કરે ન કરે પરંતુ હું કોઈને છોડવાનો નથી.”

આ સમાચાર શેર કરો