કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર, CCTV અને PMJAY કાંડ મુદ્દે વિધાનસભામાં ઉઠાવ્યા સવાલ
ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતમાં હોસ્પિટલોમાં થતાં કાંડ

ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતમાં હોસ્પિટલોમાં થતાં કાંડ અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના પરીવારને સ્પર્શતો મુદો જે બન્યો છે, સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ કરવામાં આવ્યા, સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ વેચવામાં આવ્યા આ મુદ્દે વિધાનસભામાં ૧૧૬ મુજબ ચર્ચા કરવામાં આવશે.
કયાંક કોઈ હાલમાં મોલ, સિનેમા ગૃહ, ચેન્જિંગ રૂમ, હોટલ તેમજ વિધાનસભાના સીસીટીવી હેક કરીને વેચી તો નથી રહ્યું ને? સોશિયલ મીડિયા પર ૫ લાખ કરતા વધુ લોકોએ જોયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી દ્વારા 9 મહિનામાં ૫૦ હજાર જેટલા સીસીટીવી હેક કરવામાં આવ્યા હતા. ગુજરાતનો એક એક પરિવાર હાલ ભયમાં જીવી રહ્યો છે.
ડબલ એન્જિનની સરકારમાં કોંગ્રેસનો કયો નેતા ક્યાં જાય છે અને શું વિરોધ કરવા જઈ રહ્યા છે તેની જાણ રાખવામાં આવે છે. સરકારી તંત્ર અને ગૃહ વિભાગને આ માહિતી પહેલા કેમ ન મળી? તેનો જવાબ સરકાર હાલ નથી આપી રહી. સરકાર પાસે ખાતરી માંગવામાં આવી છે કે આ પ્રકારની કોઈ ખાનગી માહિતી નહીં વેચાય. વિધાનસભામાં ૧૧૬ મુજબ ચર્ચા કરવામાં આવશે તેની પણ માંગણી કરવામાં આવી છે.
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં PM JAY અને આયુષ્માન યોજનાનું રેકેટ ચાલી રહ્યું છે. હોસ્પિટલ અને આરોગ્યમાં ભ્રષ્ટાચાર કરવાનો એક જ કિસ્સો હજુ સુધી બહાર આવ્યો છે. સાચી હોસ્પિટલો અને સાચા ડોક્ટરોને પીએમ જય યોજના હેઠળ અપ્રવલ નથી મળતા. ખ્યાતિ હોસ્પિટલ જેવી હોસ્પિટલનું સેટિંગ હોવાથી તેમને 24 કલાકમાં મંજૂરી મળી જાય છે. સરકારની મિલીભગતથી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યા તેમજ ભૂતકાળમાં કેગ દ્વારા પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. વર્ષોથી આ પ્રકારનું ષડયંત્ર ચાલે છે. સીબીઆઈ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અને PM JAYની તપાસ થવી જઈએ. તેમજ માનવ વધનો ગુનો નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવામાં આવે.






