પાયલ હોસ્પિટલ CCTV કાંડ: મુખ્ય આરોપીને વિડિયો મોકલનાર બે હેકર્સને સાયબર ક્રાઈમબ્રાન્ચે દબોચ્યા, જાણો ક્યાં છુપાયા હતા આ નરાધમો
અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મળતા અહેવાલ પ્

અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV હેક કરનાર હેકર્સ ઝડપાયા છે. આ શખ્સે રાજકોટ સિવાય અન્ય હોસ્પિટલોના પણ CCTV હેક કર્યા હતા.
હોસ્પિટલના CCTV હેક કરીને વિડિયો વેચ્યા હતા
આ હોસ્પિટલના CCTV હેક કરીને તેના વિડિયો અગાઉ ઝડપાયેલા આરોપીઓને મોકલ્યા હતા. સાયબર ક્રાઈમની ટીમે મુંબઈ અને સુરતથી આ હેકર્સને દબોચવામાં આવ્યા છે. સમગ્ર મામલામાં વધુ ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા. સમગ્ર કાંડના મુખ્ય આરોપી પ્રજવલ તૈલીને હેક કરેલા વિડિયો આ શખ્સો મોકલતા હતા. ત્યાંથી આ ગંદો ધંધો કરવામાં આવતો હતો.
વધુ બે આરોપીઓ ઝડપાયા
પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફુટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરાયેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં સાવચેતીપૂર્વક આગળ ધપાવાઈ રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 80 હોસ્પિટલોના સીસીટીવી ફુટેજવેચાયા હોવાનું શોધી કાઢી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (એફ-2) પણ ઉમેરી છે.
પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ હાલ જેલમાં
હોસ્પિટલના સર્વર હેક કરીને આ ફૂટેજ મેળવીને યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર વેચવામાં આવતાં હતાં. સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપાયેલા પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ નામના સોશિયલ મીડિયા ઉપર ફુટેજવેચતા શખસોને ઝડપી લીધાં છે.






