સુરત એરપોર્ટ સંકુલમાં ઓટોરિક્ષા પ્રવેશબંધી સામે કોંગ્રેસનુ વિરોધ પ્રદર્શન, રેલી યોજીને આપ્યું આવેદનપત્ર
સુરત એરપોર્ટ સંકુલમાં ઓથોરિટીના ઓટો રિક્ષા ચાલકોને પ્રવેશ બંધી સામે કોંગ્રેસ દ્વારા

સુરત એરપોર્ટ સંકુલમાં ઓથોરિટીના ઓટો રિક્ષા ચાલકોને પ્રવેશ બંધી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં રિક્ષા ચાલકોના પ્રાણ પ્રશ્ન બાબતે વી.આર મોલથી એરપોર્ટ સુધી રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
પ્રશ્નો ઉઠાવાયા
કોંગ્રેસે આવેદનપત્ર આપવાની સાથે કહ્યું કે, સામાન્ય માણસો પણ એરપોર્ટમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે તેમની અનુકૂળતા માટે ઓટો રિક્ષા તેમને પરવડતી હોય છે. ત્યારે ઓટોરિક્ષા અને એરપોર્ટ સંકુલમાં દાખલ થવા સામેનું ફરમાન કેમ? શું આ સામાન્ય જન મધ્યમ વર્ગીય લોકોને ફતવો અસુવિધા ઉભી કરનારો નથી? શું ઓટો રીક્ષા ચાલકોને તેમનું ભરણપોષણ કરવા માટે પણ અંદર પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે? તે યોગ્ય છે? તે સહિતના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસની વિવિધ માગ
કોંગ્રેસે માંગ કરી કે ઓટો રિક્ષા ચાલકોને એરપોર્ટ સંકુલમાં સ્ટેન્ડ આપવું જોઈએ. સાથે જ સામાન્ય લોકોની જાણકારી માટે ડ્રોપ અપ ફ્રી સમયને જાણકારી કરતો બોર્ડ લગાવવું જોઈએ. કેટલા સમયનો શું ચાર્જ લેવાના છે. તેની જાણકારી આપવામાં આવે સાથે જ મુસાફરોને એરપોર્ટથી મૂકી આવ્યા બાદ જે બેરિયર લગાવેલ છે. તે નાબૂદ કરવા જોઈએ. જેથી વાહન ચાલકો પાસેથી પૈસા વધારે લેવા માટે તથા સમયનો બગાડ પણ ન થાય અને આ પ્રકારના ફરમાનો ગરીબ ઓટો રિક્ષા વાળાને કરીને મલ્ટી નેશનલ જેવી સંસ્થાઓને લાભ અપાવવા માટેનો છે. તેથી ફક્ત અને ફક્ત અમીરો માટે જ સરકાર કામ કરતી હોય સામાન્ય માણસોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે નહિતર ઉગ્ર આંદોલનની ચીમકી કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.








