મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માંગરોળના ભાજપ નેતા ભરત પટેલ છેતરપિંડીની ફરિયાદ, બેંકનો ખોટો લેટરપેડ બનાવી કરી 95 લાખની ઠગાઈ

સુરત જિલ્લામાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતમાં ભાજપ નેતા ભરત પટે

માંગરોળના ભાજપ નેતા ભરત પટેલ છેતરપિંડીની ફરિયાદ, બેંકનો ખોટો લેટરપેડ બનાવી કરી 95 લાખની ઠગાઈ

સુરત જિલ્લામાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતમાં ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીએ બેન્ક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખ બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંડવીની નોગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરાતા ખોટા હોવાનું સાબિત થયું હતું. કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હોવાથી ગિન્નાયેલા ભરત પટેલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતની સાથે દિલ્હીમાં પણ ઝીરો થઈ ગઈ છે ત્યારે તેમણે સંગઠન પર કામ કરવું જોઈએ. 

પ્રતિક્રિયા આપી

ફરિયાદ પૂર્વે માંગરોળ ભાજપ નેતા તા.પં.સભ્ય ભરત પટેલનો વીડિયો થયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ નેતા ભરત પટેલના કાંડ મામલે થોડા દિવસો પહેલા કોંગ્રેસ ધ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.આવેદનમાં ભાજપ નેતા ભરત પટેલ સામે કાર્યવાહી કરવાં માગ કરાઇ હતી. કોંગ્રેસ દ્વારા છેતરપીંડી મામલે આપેલા આવેદનપત્ર મુદ્દે આપી હતી ભરત પટેલે  પ્રતિક્રિયા પણ આપી હતી.

સીધા પ્રહાર

ભરત પટેલે સમગ્ર મામલાનું ખંડન કર્યું હતું. સાથે જ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં અને દિલ્હીમાં ઝીરો થઈ ગયા છે. તેમજ માંગરોળમાં કોંગ્રેસને તેમનું સંગઠન પુરે પૂરું બનાવવા વણમાંગી સલાહ ભરત પટેલે આપી હતી. કોસંબા પોલીસે ભરત પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાતા વીડિયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો છે. હાલ ભાજપ નેતા ભરત પટેલ છેતરપિંડીના ગુનામાં જેલની હવા ખાઇ રહ્યા છે.

આ સમાચાર શેર કરો