મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ: માંગરોળ નગરપાલિકાના કર્મચારીઓ-પેન્શનરોને પગાર પેન્શન ન મળતા હાલત બની કફોડી

જૂનાગઢ જિલ્લામાં આવેલી

જૂનાગઢ: માંગરોળ નગરપાલિકાના કર્મચારીઓ-પેન્શનરોને પગાર પેન્શન ન મળતા હાલત બની કફોડી

જૂનાગઢ જિલ્લામાં આવેલી માંગરોળ નગરપાલિકામાં કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી અને રોષ એટલા માટે છે કે, કર્મચારીઓ અને પેન્શનરોને છેલ્લા ચાર-ચાર મહિનાથી પગાર અને પેન્શન નથી ચુકવાયું. જેથી પેન્શન નહીં ચુકવાતા હાલત કફોડી બની છે અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગાર પેન્શન ચુકવવા માંગ કરી છે.

કર્મચારીઓની લોનોના હપ્તા ભરવાના ફાંફાં થતાં મકાન જપ્તીના ભય હેઠળ કર્મચારીઓ રડતાં અવાજે મીડીયા સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી. 

નગરપાલિકા કર્મચારી અને પેન્શનરોનો છેલ્લા ચાર માસ જેટલા સમયથી પગાર અને પેન્શન નહીં મળતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હાલતો કર્મચારીઓને પગાર પેન્શન નહીં ચુકવાતા કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.

જ્યારે ચીફ ઓફિસર દ્વારા હાલતો આવતા અઠવાડિયામાં પગાર પેન્શન ચુકવણી કરી આપવાનું આશ્વાશન આપ્યું પરંતુ કર્મચારીઓને ચુકવણી કરાશે તેતો જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો