મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: હિરાસર એરપોર્ટ પર 1400 કરોડના આંધણનો આરોપ, કોંગ્રેસે 'રમકડા'ના પ્લેન ઉડાવી નોંધાવ્યો વિરોધ

રાજકોટના હિરાસર એરપોર્ટ મામલે કોંગ્રેસ દ્વારા રમકડાના પ્લેન બતાવીને વિરોધ નોંધાવામાં આવ્યો. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું

રાજકોટ: હિરાસર એરપોર્ટ પર 1400 કરોડના આંધણનો આરોપ, કોંગ્રેસે 'રમકડા'ના પ્લેન ઉડાવી નોંધાવ્યો વિરોધ

રાજકોટના હિરાસર એરપોર્ટ મામલે કોંગ્રેસ દ્વારા રમકડાના પ્લેન બતાવીને વિરોધ નોંધાવામાં આવ્યો. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે 1400 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટનું જણાવી ડોમેસ્ટિક ફ્લાઈટ હજુ ઉડી રહી છે.

પ્રજાના પૈસાનું ભાજપે 1400 કરોડ રૂપિયાનું આંધણ કર્યું

15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે. કોંગ્રેસનું કહેવું છે કે ઇન્ટરનેશનલ ફ્લાઈટના સંચાલન માટે અન્ય સ્થાયી ટર્મિનલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. અસ્થાયી ટર્મિનલમાં કાર્ગોનું સંચાલન કરવામાં આવશે.

હિરાસર એરપોર્ટ પર ભારે વરસાદ વચ્ચે રાજકોટ એરપોર્ટ ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયા પર તૂટી પડ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે હિરાસર એરપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માનો એક હિરાસર પ્રોજેક્ટ છે.  PM મોદીએ 27 જુલાઈ 2023ના રોજ  હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો