ગીર સોમનાથમાં પાલિકા ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભડકો, બે ઉમેદવારો જોડાયા ભાજપમાં
ગીર સોમનાથમાં નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. કોંગ્રેસના વોર્ડ નંબર 1ન

ગીર સોમનાથમાં નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરતભાઈ કાતિરા અને વોર્ડ નંબર 2ના કોંગી ઉમેદવાર વર્ષાબેન કાતીરા ભાજપમાં જોડાયા છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નેતૃત્વમાં બંને કોંગેસ ઉમેદવારોએ ભાજપમાં જોડાઇને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : દ્વારકામાં ફરી લવ જીહાદ: રોજ સગીરાનો પીછો કરી છેડતી કરતાં શખ્સે દીકરીના પરિવારને ઢોર માર માર્યો
ગીરસોમનાથ જીલ્લાની કોડીનાર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 ઉમેદવારો છે, જેમાંથી ભાજપને પહેલા 4 બેઠકો બિનહરીફ થઇ હતી. ત્યારબાદ કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ટેકો આપતા કુલ 11 બેઠકો ભાજપને ફાળે ગઈ છે. અને હજુપણ દિવસો બાકી છે ત્યારે બાકીના ઉમેદવારો પણ ટેકો આપી ભાજપમાં જોડાય તો કોઈ નવાઇ નહી. ત્યારે ભાજપના ધારાસભ્ય ડો.પદ્યુમન વાજાએ કોડીનારમાં 28 બેઠકો ભાજપને આવશે જ પરંતુ કોગ્રેસની ડીપોઝીટ પણ ડુલ થાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.




