Kutch News: કચ્છમાં 1 લાખથી વધુ બોગસ મતદાતા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખે લગાવ્યો આ આરોપ
દેશભરમાં કોંગ્રેસ દ્વારા બોગસ મતદાતાઓને લઈને બબાલ મચી છે. બિહાર SIR મુદ્દે છેલ્લા

દેશભરમાં કોંગ્રેસ દ્વારા બોગસ મતદાતાઓને લઈને બબાલ મચી છે. બિહાર SIR મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મતદાર યાદી અને ચૂંટણીપંચ ચર્ચામાં છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોંગ્રેસે ચૂંટણીપંચ ઉપર આરોપ મૂક્યા છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિકે હુંબલે આરોપ લગાવતા કહ્યું કે, કચ્છમાં 1 લાખથી વધુ બોગસ મતદારો હોવાની આશંકા છે. અંદાજીત એક લાખથી વધુ ડબલ નામવાળા તેમજ બોગસ મતદારો હોવાની શક્યતાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વિકે હુંબલે કહ્યું કે, કેટલાક મતદારો કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલા હોવાની સંભાવના છે. ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં પરપ્રાંતીયોના નામ ઉમેરાયા છે. વહીવટી તંત્ર પર મતદાર સંખ્યા વધારવા દબાણ લાવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
તેમણે કહ્યું કે, કચ્છની વસ્તી સામે મતદારોનું પ્રમાણ 70% થી વધુ હોવું શંકાસ્પદ છે. 6 નંબરનું ફોર્મ ભરાવી મોટી ઉમરના લોકોને બિન ચકાસેલ ઉમેદવારો બતાવ્યાનો આક્ષેપ કરીને રાજય ચુંટણી પંચને તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.






