મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટનું ગેમઝોન ડેથઝોન બન્યાના સુરતમાં પડ્યા પડઘા, હાઈકોર્ટના ન્યાયધિશ પાસે તપાસ કરવાની કોંગ્રેસની માગ

રાજકોટ શહેરમાં ગેમઝોન ડેથઝોનમાં પરિવર્તિત થયું હોય તે રીતે આગમાં 32થી વધુ

રાજકોટનું ગેમઝોન ડેથઝોન બન્યાના સુરતમાં પડ્યા પડઘા, હાઈકોર્ટના ન્યાયધિશ પાસે તપાસ કરવાની કોંગ્રેસની માગ

રાજકોટ શહેરમાં ગેમઝોન ડેથઝોનમાં પરિવર્તિત થયું હોય તે રીતે આગમાં 32થી વધુ જિંદગી હોમાઈ ગઈ છે. ત્યારે આગની ર્દુઘટનામાં નિર્દોષ નાગરીકો મૃત્યુ થયા છે. જેના જવાબદાર માલિકો, મહાનગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રશાસનીક અધિકારીઓ સીધા જવાબદાર છે. તેથી આ ઘટનાની તપાસ ઉચ્ચતમ ન્યાયાધિશ (હાઈકોર્ટ) પાસે કરાવવા કોંગ્રેસ દ્વારા માગ કરાઈ છે.

કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિષ્ફળ

કોંગ્રેસના આવેદનપત્રમાં લખાયું છે કે, છેલ્લાં કેટલાક વર્ષોથી રાજયના શહેરમાં આવી ઘટના વારંવાર થઈ રહી છે. મોટાપ્રમાણમાં જાનહાની થઈ છે. સરકાર કેટલી કમિટી બનાવી પણ આજ સુધી ન્યાય મળ્યો નથી. ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. સરકારનું કોઈપણ સંસ્થા પર નિયંત્રણ નથી. જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ પાસે આ માનવસર્જીત ગુનાહીત ઘટનાની તપાસ કરવામાં આવે.

ન્યાયની માગ

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આ માનવસર્જિત દુર્ઘટના છે. આ પ્રશાસનની દેખરેખ હેઠળ ડોમ ચાલતું હતું. જેથી ત્યાંના પોલીસ અને પાલિકા કમિશનર સીધા જવાબદાર છે. જેથી તેમના પર પણ તપાસ થવી જોઈએ. સાથે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ગુજરાત સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. મેળાપીપણામાં આ થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારનો આ ઉત્તમ નમૂનો છે. તમામ બાબતે આ સરકાર નિષ્ફળ રહી છે. તપાસ યોગ્ય થાય તે માટે રજૂઆત કરવા આવ્યા છીએ.

આ સમાચાર શેર કરો