મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢમાં કોંગ્રેસે જ્ઞાનેશ કુમારનું પૂતળું બાળ્યું, 13 કરોડ મતદારોનાં નામ કમી કરવા મુદ્દે વિરોધ

સોર્સ: gstv

જૂનાગઢમાં દશેરાના પાવન દિવસે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરીના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશવ્યાપી વિરોધ કાર્યક્રમના ભાગરૂપે કોંગ્રેસના આગેવાનોએ જ્ઞાનેશ કુમારનું પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો. મતદાર યાદીમાંથી અંદાજે 13 કરોડ મતદારોનાં નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે કર્યો સવાલ

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી રહ્યું છે અને મતદાર યાદીમાંથી નામો રદ થવાથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. પક્ષના આગેવાનોએ આ સમગ્ર મામલે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકશાહીની રક્ષા માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો