મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તલોદ GIDCમાં રબર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

સોર્સ: gstv

સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDCમાં આવેલી રબર બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પુષ્પક ઇન્ડિયા કંપનીમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સદ્નસીબે જાનહાનિ ટળી 

ઘટનાની જાણ થતાં જ તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિત ત્રણ તાલુકાની ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, આગને કારણે કંપનીને કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો નુકસાનના સર્વે બાદ જ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો