Video: જૂનાગઢમાં પાર્ટી પ્લોટ ગરબા અંગે વિવાદ: ટીવી સ્ટાર અભય શુક્લાએ આક્રોશ વ્યક્ત કર્યો

જૂનાગઢમાં સમસ્ત યુવક વણિક સંગઠન દ્વારા આયોજિત શક્તિ સ્પંદન નવરાત્રી મહોત્સવમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ટીવી સ્ટાર અભય શુક્લાએ પાર્ટી પ્લોટ ગરબા અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, પાર્ટી પ્લોટ માત્ર કમાણીનું સાધન અને પાર્ટી છે, ગરબા નથી. તેમણે વહીવટીતંત્રને તેને માત્ર પાર્ટી નામ આપવા વિનંતી કરી છે....યુવતીઓના પોશાક અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉત્તર પ્રદેશ સરકારની જેમ ગુજરાતમાં પણ વિવાદાસ્પદ પોશાક અને પાર્ટી પ્લોટ સંસ્કૃતિ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે. પ્રાચીન ગરબાના તાલે રાસ રમનાર અભય શુક્લાએ પાકિસ્તાનથી આવેલા ફોનનો ઉલ્લેખ કરી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ અનુસરવા અપીલ કરી છે.




