મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢમાં ત્રણ ઈંચ વરસાદથી પાણી-પાણી

જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.. જૂનાગઢમાં બપોર

તસવીર: gstv

જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં બપોર બાદ વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.. જૂનાગઢમાં બપોરે ૨થી ૫ વાગ્યા સુધીના માત્ર ત્રણ કલાકમાં જ ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઝાંઝરડા રોડ પર આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ, ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદને પગલે ઐતિહાસિક દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ ૧થી ૩ ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

આ સમાચાર શેર કરો