મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાવરકુંડલામાં બગડેલો આરસીસી રોડ ધારાસભ્યની કડકાઈ બાદ કોન્ટ્રાક્ટરે રાતોરાત પોતાના ખર્ચે રીપેર કર્યો

સોર્સ: gstv

સાવરકુંડલા શહેરના મધ્યમાંથી પસાર થતો અને એક વર્ષ પહેલાં જ લાખોના ખર્ચે નિર્માણ પામેલો ૩ કિલોમીટરનો આરસીસી રોડ ખરાબ થઈ જતાં તંત્ર સામે સવાલો ઊભા થયા હતા. આ માર્ગનું ખાતમુહૂર્ત કરનાર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશકઠવાડાએ કામગીરીની ગુણવત્તા જાળવવા સૂચના આપી હતી, પરંતુ રોડ બગડતાં જ તેમણે ત્વરિત કડક વલણ અપનાવ્યું હતું. ધારાસભ્યની સૂચના બાદ તંત્રએ કોન્ટ્રાક્ટર પાસે તેના જ ખર્ચે રીપેરિંગ કામ શરૂ કરાવ્યું છે. દિવસ દરમિયાન સતત ટ્રાફિક રહેતો હોવાથી લોકોને હાલાકી ન પડે તે માટે રાત્રે ૧૦ વાગ્યા પછી રીપેરિંગ હાથ ધરાયું હતું. ધારાસભ્યના સક્રિય મોનિટરિંગને કારણે તહેવારો પૂર્વે જ રસ્તો ચોખ્ખો થતાં સ્થાનિકોએ રાહત અનુભવી છે.

આ સમાચાર શેર કરો