મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરોમાં પાણી વહેતા થયા

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારથી વાદળછાયા વ

તસવીર: gstv

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના શેલાણા, ભમોદરા, ઠવી, વંડા, સેંજળ, મેવાસા, ગોરડકા, થોરડી, કેરાળા અને જુના સાવર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ અને ખેતરોમાંથી વરસાદી પાણી વહેતા થયા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદથી ખેડૂતોના પાકને ફાયદો થવાની આશા છે. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

આ સમાચાર શેર કરો