VIDEO: સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાની હેઠળ દેશભક્તિના માહોલ સાથે લહેરાવાયા તિરંગા
અમરેલી જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભારે ઉત્સાહ અને થન

અમરેલી જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'હર ઘર ઝંડા, ઘર ઘર ઝંડા' મુહિમને આગળ ધપાવતા અનોખી પહેલ કરવામાં આવી છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ ઢોલ અને શરણાઈના સુર વચ્ચે પોતાના નિવાસસ્થાને તિરંગાને સન્માનપૂર્વક લહેરાવ્યો હતો તેમજ સાવરકુંડલા શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જવા માટે ઘેર-ઘેર જઈને રાષ્ટ્રધ્વજ લગાવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક કુંડલાવાસીઓએ રાષ્ટ્રધ્વજને કુમકુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આન, બાન અને શાન સાથે દરેક ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની આ મુહિમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.




