મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી SOGના સાવરકુંડલામાં દરોડા: જલારામ બેકરી અને ઈલોરા કોલ્ડ્રીંક્સમાંથી શંકાસ્પદ એનાલોગ પનીર ઝડપાયું

અમરેલી જિલ્લામાં નકલી અને શંકાસ્પદ ખાદ્ય સામ

તસવીર: gstv

અમરેલી જિલ્લામાં નકલી અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી સામે SOG દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સાવરકુંડલા શહેરમાં આવેલી જલારામ બેકરી અને ઈલોરા કોલ્ડ્રીંક્સ પર SOGની ટીમે ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીઓને સાથે રાખીને અચાનક દરોડો પાડ્યો હતો. આ સઘન તપાસ દરમિયાન સ્થળ પરથી પ્રતિબંધિત અને શંકાસ્પદ એનાલોગ પનીરનો આશરે 8 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને સુરક્ષિત રીતે જપ્ત કરી લેવામાં આવ્યો છે. અગાઉ અમરેલી અને લાઠી બાદ હવે સાવરકુંડલામાંથી પણ આવા પ્રકારનો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાઈ જતાં સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ભારે હડકંપ મચી ગયો છે અને સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો