Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : ASI caught taking bribe of 5 thousand in Savarkundla, demanded money from bootlegger

સાવરકુંડલામાં ASI 5 હજારની લાંચ લેતા પકડાયા, દારૂનો ધંધો શરૂ કરવા બૂટલેગર પાસેથી માંગ્યા હતા પૈસા

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સાવરકુંડલામાં ASI 5 હજારની લાંચ લેતા પકડાયા, દારૂનો ધંધો શરૂ કરવા બૂટલેગર પાસેથી માંગ્યા હતા પૈસા
સોર્સ : gstv

અમરેલીના સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI શ્યામ બગડાને રૂ. 5 હજારની લાંચ લેતા અમરેલી ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દેશી દારૂનો ધંધો કરતા એક વ્યક્તિને ફરીથી દારૂનો ધંધો શરૂ કરવા દેવા માટે ASI દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. શરૂઆતમાં રૂ. 10 હજારની લાંચ માંગવામાં આવી હતી, જોકે રકઝક બાદ રૂ. 5 હજાર આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ ફરિયાદના આધારે અમરેલી ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું.

App Store

સાવરકુંડલાના ઓળીયા ગામની સીમમાં ASI શ્યામ બગડા રૂ. 5 હજાર સ્વીકારતા ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દારૂના ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી વચ્ચે પોલીસ કર્મચારી જ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ચર્ચા અને સન્નાટો છવાયો છે. ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લઠ્ઠાકાંડમાં 9ના મોત 

ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ દારૂના સેવનથી અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સિવિલ હોસ્પિટલ તેમજ અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ડુપ્લિકેટ દારૂના સેવન બાદ તબિયત લથડવાની ઘટનાઓને પગલે તંત્ર સતર્ક બન્યું છે. કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે ડુપ્લિકેટ દારૂનું સેવન કર્યું હોય તેવા તમામ લોકો સાવચેતીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કરાવે અને કોઈપણ તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લે.