VIDEO: ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડ: ડીજીપીની મોટી કાર્યવાહી, એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સસ્પેન્ડ
ભાવનગરના નકલી દારૂકાંડના મામલે પોલીસ તંત્રમાં મોટી કાર્યવ

ભાવનગરના નકલી દારૂકાંડના મામલે પોલીસ તંત્રમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે ડીજીપીએ ભાવનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક પગલાં અંગે ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન સત્તાવાર સમર્થન આપ્યું છે. ડુપ્લીકેટ દારૂકાંડમાં પોલીસ અધિકારી સામે લેવાયેલા આ સસ્પેન્શનના પગલાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. આગળની તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.




