ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ સામે કાર્યવાહીનો સિલસિલો યથાવત્, LCBના PI સસ્પેન્ડ

સોર્સ : gstv
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂકાંડ મામલે પોલીસ તંત્ર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલાને લઈને ભાવનગર LCBના PI મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ વરતેજ PI સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ હવે LCB PI સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર LCB PIને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડુપ્લીકેટ દારૂકાંડમાં પોલીસની કામગીરી અને જવાબદારી અંગે સવાલો ઉઠ્યા હતા. સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીને કારણે પોલીસ વિભાગમાં પણ ચર્ચા જાગી છે.

