મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીના સાવરકુંડલામાં પિતા-પુત્રીના આપઘાત મામલો: પત્નીએ પતિને મરવા મજબૂર કરનાર મિત્ર વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

Father-daughter case in Savarkundla, Amreli: Wife files police complaint against friend forcing her husband to die | અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામે થોડા દ

તસવીર: gstv

અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામે થોડા દિવસો પહેલા પુત્રીને મોતને ઘાટ ઉતારીને પિતાએ આપઘાત કરવાના ચકચારી મામલે નવો વળાંક આવ્યો છે. મૃતક કિશોર ધાણકના પત્ની મંજુલાબેને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિને મરવા મજબૂર કરનાર મિત્ર વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે….ઘટના અગાઉ મૃતક કિશોરે લખેલી સુસાઈડ નોટમાં આર્થિક સંકડામણ અને મિત્ર પાસે પૈસા લેવાના બાકી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ફરિયાદ મુજબ, મૃતકના મિત્રએ બાંધકામ સાઇડ પર નોકરીએ રાખી પગારની બચત, પર્સનલ લોન અને સોનાની બુટ્ટી ગીરવે મૂકાવીને કુલ 7 લાખ 25 હજાર રૂપિયા રોકાણ કરાવ્યા હતા. અવારનવાર પૈસા પાછા માંગવા છતાં પરત ન આપતા કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ખૂલ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો