VIDEO: અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાઈ, સ્કૂલ બસ અટવાઈ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગ્રામ્ય વિ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગ્રામ્ય વિસ્તારો બાદ હવે રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે….ભારે વરસાદના પગલે રાજુલાની સૂર્ય બંગલો સોસાયટી નજીક મુખ્ય રોડ ઉપર ભારે પાણી ભરાયા હતા, જ્યારે હવેલીચોક વિસ્તારમાં પાણી નદીની જેમ વહેતા થયા હતા. છતડીયા રોડ ઉપર પાણી ફરી વળવાને કારણે ત્યાંથી પસાર થઈ રહેલી આર.કે. સાયન્સ સ્કૂલની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. આ ધોધમાર વરસાદથી ખેતરો પણ પાણીથી તરબતર થઈ ગયા છે.




