VIDEO: અમરેલીના બગસરા ગ્રામ્ય પંથકમાં ઘોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ
અમરેલીના બગસરાના ઘંટીયાણ અને માણેકવાડા સહિતના આસપાસના વિસ્તારોમાં ઘોધમાર વરસાદ વરસ્યો છે.

અમરેલીના બગસરાના ઘંટીયાણ અને માણેકવાડા સહિતના આસપાસના વિસ્તારોમાં ઘોધમાર વરસાદ વરસ્યો છે. ટૂંકા સમયમાં જ આ વિસ્તારમાં આશરે એક ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકતા ચારેતરફ પાણી પાણી થઈ ગયું હતું. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ મેઘમહેરને કારણે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા જ ખેતીના પાકને નવું જીવન મળવાની આશાથી ધરતીપુત્રોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.




