VIDEO: અમરેલીના બાબરાના બળેલ પીપરીયામાં આભ ફાટતાં ૧ કલાકમાં ૫ ઇંચ વરસાદ
અમરેલીના બાબરા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.બાબરાના બળેલ પીપરીય

અમરેલીના બાબરા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.બાબરાના બળેલ પીપરીયા ગામે જાણે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માત્ર એક કલાકના ટૂંક સમયમાં જ ૪ થી ૫ ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. આ મુશળધાર વરસાદને કારણે ગામની બજારોમાં નદીઓની જેમ પાણી વહેતા થયા હતા, જ્યારે સ્થાનિક નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું હતું. બળેલ પીપરીયા ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાતાં લોકોનું જનજીવન ભારે પ્રભાવિત થયું..




