VIDEO: અમરેલીના સાવરકુંડલા ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહ્યા, પાકને મોટો ફાયદો
અમરેલીનાસાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપ

અમરેલીનાસાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને તાલુકાના ઘોબા, પીપરડી અને મોટા ભમોદરા સહિતના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. આ સતત પડેલા વરસાદને કારણે ગામડાના ખેતરોમાંથી પાણી બહાર નીકળવા લાગ્યા છે. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદની લહેર જોવા મળી રહી છે. આ સમયે પડેલો વરસાદ ખેતી માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. મુખ્યત્વે કપાસ, મગફળી અને સોયાબીનના ઊભા પાકને આ મેઘમહેરથી ખૂબ જ મોટો ફાયદો થશે..




