VIDEO: સાવરકુંડલા અને લાઠી બાદ અમરેલીના ખાંભા ગીરના ગામોમાં ઢળતી સંધ્યાએ ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી પંથક બાદ હવે ખાંભા ગીરના

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી પંથક બાદ હવે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ઢળતી સંધ્યાએ ખાંભાના ડેડાણ, ત્રાકુડા, ભૂંડણી અને રાણીગપરા સહિતના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા આ વરસાદથી સમગ્ર પંથકના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા મેઘમહેરના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી ઝાપટાં ચોમાસું પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી ખેતીવાડી ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર થયો છે.



