VIDEO: અમરેલીના દામનગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ભારે આનંદ છવાયો
અમરેલીના દામનગર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમરેલીના દામનગર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નજીક આવેલા ઘુફણીયા અને આંબરડી ગામોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી પાક માટે સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ મેઘમહેરને કારણે આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતીના પાકને પણ મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.




