કોંગ્રેસે 72 નગરપાલિકઓની ચૂંટણી માટે શરૂ કરી તૈયારી, પ્રભારીઓની કરી નિમણૂંક
રાજ્યમાં આગામી સમયમાં 72 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જે માટે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છ

રાજ્યમાં આગામી સમયમાં 72 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જે માટે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં નજીકના સમયમાં સૌરાષ્ટ્રની-32, ઉત્તર ગુજરાતની-16, મધ્ય ગુજરાતની-19 અને દક્ષિણ ગુજરાતની-5 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે, જે માટે કોંગ્રેસે પ્રભારીઓની નિમણૂંક કરી છે.
કોંગ્રેસે કરી પ્રભારીઓની નિમણૂંક
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 72 નગરપાલિકાની આગામી ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂંક કરી છે. વરિષ્ઠ નેતાઓને પ્રભારીની જવાદારી સોંપવામાં આવી છે, જેમાં પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
72 નગરપાલિકાની આગામી ચૂંટણી માટે પ્રથમ વખત સંગઠનના નગરપાલિકા વિસ્તારના સંગઠન પ્રમુખ અને વિવિધ પદાધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. 72 નગરપાલિકા સહિતની આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ વિવિધ સેલ-ડીપાર્ટમેન્ટ-પક્ષના સંગઠન સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.






