મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આરોપ : ખાણના એક કુવાનો મહિને 1.50 લાખ હપ્તો, સુરેન્દ્રનગરમાં ભાજપના નેતાઓ ચલાવી રહ્યા છે કોલસાનું ગેરકાયદે ખનન

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણોમાં બે&n

આરોપ : ખાણના એક કુવાનો મહિને 1.50 લાખ હપ્તો, સુરેન્દ્રનગરમાં ભાજપના નેતાઓ ચલાવી રહ્યા છે કોલસાનું ગેરકાયદે ખનન

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણોમાં બે  દિવસમાં 6 મજૂરોના મોત થયા છે. હવે આ મામલે કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે અને આક્ષેપ કર્યા છે કે સુરેન્દ્રનગરમાં ભાજપના નેતાઓ કોલસાનું ગેરકાયદે ખનન ચલાવી રહ્યા છે અને ખનીજ માફિયાઓ ખાણના એક કુવાનો મહિને 1.50 લાખનો હપ્તો આપે છે. એક અંદાજ મુજબ એક હજાર આવા કુવાઓ ખોદાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં મજદુરોની સુરક્ષાની કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. 

મૃતક મજૂરોના પરિવારને મળ્યું કોંગ્રેસનું મંડળ

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આવી ખાણમાં ત્રણ ગરીબ યુવાન મજદુરોના મૃત્યુ થયા છે. આ અસરગ્રસ્ત પરિવારોને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી બનેલ ટીમના સભ્યો કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નૌશાદ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બચુભાઈ ડાભી તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રદ્યુમનસિંહ પરમારે રૂબરૂ મળીને કોંગ્રેસ પક્ષ વતી સાંત્વના પાઠવી હતી અને આ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ભોગ બનેલ પરિવારો પાસેથી કેટલીક માહિતીઓ પણ એકત્રિત કરી હતી. 

 ભાજપના નેતાઓ ચલાવી રહ્યા છે ગેરકાયદેસર કોલસાનું ખનન

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભોગ બનેલા ત્રણ ગરીબ મજદુરોના મૃત્યુ બાદ લેવાયેલ ફરિયાદમાં જે તહોમતદારો છે તેમાં કલ્પેશ પરમાર એ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ભાજપના ચેરમેન છે અને ભાજપના આગેવાન છે તથા ખીમજીભાઈ કારડીયા એ ભાજપના આગેવાન છે અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ છે. આ સ્પષ્ટ બતાવે છે કે સંપૂર્ણપણે ગેરકાયદેસર ચાલતું કોલસાનું ખનન એ ભાજપના નેતાઓ દ્વારા જ ચાલી રહ્યું છે. 

હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SIT બનાવી તપાસ કરવાની માંગ

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે ભોગ બનનાર વ્યક્તિઓના પરિવારજનોને સંપૂર્ણપણે પૂરતું વળતર મળવું જોઈએ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિની તપાસ ન્યાયિક રીતે થાય તે જરૂરી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ગુજરાતના તંત્રની જ સંપૂર્ણ મીઠી નજર તથા પદાધિકારીઓ સાથેની મિલીભગતના કારણે ભ્રષ્ટાચારથી થઈ રહી છે ત્યારે સાચી હકીકત તો જ બહાર આવે જો કોઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મારફત SIT બનાવીને તપાસ કરવામાં આવે અને SITના સભ્યો તરીકે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓને રાખવામાં આવે અથવા સમગ્ર પ્રકરણની તપાસ Cઝા દ્વારા થવી જોઈએ તે અત્યંત જરૂરી છે.

આ સમાચાર શેર કરો