ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચની યોજાશે કૉન્ફરન્સ, 14 નિષ્ણાંતો પીરસશે જ્ઞાન
સુરત માં 22 સપ્ટેમ્બરના રોજ લે મેરીડીયન, ડુમસ રોડ ખાતે IMACON SURAT 2024 કોન્ફરન્સ યોજાઈ

સુરત માં 22 સપ્ટેમ્બરના રોજ લે મેરીડીયન, ડુમસ રોડ ખાતે IMACON SURAT 2024 કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતનામ ડૉક્ટરો પ્રેઝન્ટેશન આપરો તેમાં અમદાવાદ, આણંદ, સુરતના ૧૪ જેટલા નિષ્ણાત તબીબો પોતાનું જ્ઞાન પીરસરો. જેથી તબીબોના જ્ઞાનમાં વૃધ્ધિ થઈ દર્દીને સારવાર ઉચ્ચત્તમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કૉન્ફરન્સનું આયોજન કરેલ છે. જેમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેશે. આ કૉન્ફરન્સમાં કોઈપણ જાતના ઝાકઝમાળ વગર ફકત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે.
સેલ પ્રત્યારોપણ વિષે અપાશે માહિતી
આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશ્યાલીટીના તબીબો તેઓનું વકતવ્ય આપશે જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડૉ. સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગોના નિદાન અંગે ચર્ચા કરશે. ડૉ. અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહીતી આપશે. આણંદના ખ્યાતનામ ડૉ. નવનાબેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિષે માહિતગાર કરશે.
અલગ અલગ વિષયની અપાશે માહિતી
કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહીતી ડૉ. નેહા પટેલ આપશે. અમદાવાદના ડૉ. ધૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશે માહીતી આપશે. ડૉ. દિવાકર જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે. ડૉ. પ્રાર્થન જોષી પુરોલોજીમાં ઈનોવેટીવ ટેકનોલોજીની જાણકારી આપશે. સુરતના જાણીતા ડૉ. સંજય વાઘાણી, કાડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે. ડૉ. અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે. ડૉ. સંદીપ પટેલ, નસકોરાની બીમારીમાં આપણે શું કરી શકીએ તેની સમજ આપશે. ડૉ. દિપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે? તેની માહિતી આપશે. ડૉ. શૈલેષ રોહિત, ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે.








