મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મારી બહેન સાથે તારે શું સંબંધ છે- કહી સુરતમાં કોલેજિયનને 4 ઈસમોએ માર્યો ઢોર માર

સુરતના ઉતરાણ વિસ્તારમાં કોલેજિયન યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકને તેની સાથે સોસાયટીમાં રહેતી યુવત

મારી બહેન સાથે તારે શું સંબંધ છે- કહી સુરતમાં કોલેજિયનને 4 ઈસમોએ માર્યો ઢોર માર

સુરતના ઉતરાણ વિસ્તારમાં કોલેજિયન યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકને તેની સાથે સોસાયટીમાં રહેતી યુવતી સાથે મિત્રતા હતી. બન્નેને વાતચીત અને મેસેજના વ્યવહાર હતાં. ત્યારે યુવતીના ભાઈએ તેના અન્ય 3 સાગરિતો સાથે આવીને કોલેજિયનને માર માર્યો હતો. 

સોસાયટીના ગેટથી બેસાડ્યો હતો

ઉત્રાણ વિસ્તારમાં રહેતા મોહિત જીવાણી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. યુવકની જ સોસાયટીમાં રહેતી યુવતી સાથે મિત્રતા હતી. બન્ને છેલ્લા એક વર્ષથી વોટસએપ અને મોબાઈલથી એકમેકના સંપર્કમાં હતાં. જો કે, 16મીની સાંજે મોહિત તેના ઘર બહાર બેઠો હતો. ત્યારે યુવતીનો ભાઈ આયુષ આવ્યો હતો. તે વિશ્વને લઈને આવ્યો હતો. બાદમાં સોસાયટીમાં લઈ જવાનું કહીને સાથે લઈ ગયો હતો. 

ઢોર માર માર્યો

જો કે ઉત્રાણ ટર્નિંગ પોઈન્ટ પાસે જાહેરમાં પહોંચતા આયુષે બાઈક ઉભી રાખી અને કહેવા લાગ્યો કે તારે મારી બહેન સાથે શું સંબંધ છે. તેમ કહીને અપશબ્દો કહેવાની સાથે કમરના બેલ્ટ અને ઢીક્કાપાટુના માર માર્યો હતો. બાદમાં આયુષ, વિશ્વ તથા રાવત તથા આયુષનો મિત્ર સાથે મળીને ઉત્રાણ કોમ્યુનિટી હોલની સામે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ જઈને ફરીથી માર માર્યો હતો. સાથે જ મોહિત અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાને લઈને મોહિતની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે ચારેય ઈસમોને ઝડપી લઈ ઢીલાશ અનુભવી હોય તેમ તાત્કાલિક જામીન પણ મળી ગયા હતાં.

આ સમાચાર શેર કરો