મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gondalમાં નકલી કચેરી ઝડપાવાને મામલે કલેક્ટરનું નિવેદન, કહ્યું 'બિલકુલ ખોટી વાત છે...'

Rajkot News: રાજકોટના ગોંડલમાં તાલુકા પંચાયત કચેરીના નકલી દસ્તાવેજ મામલે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશનું ન

Gondalમાં નકલી કચેરી ઝડપાવાને મામલે કલેક્ટરનું નિવેદન, કહ્યું 'બિલકુલ ખોટી વાત છે...'

Rajkot News: રાજકોટના ગોંડલમાં તાલુકા પંચાયત કચેરીના નકલી દસ્તાવેજ મામલે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, ગોંડલમાં નકલી કચેરી પકડાઈ હોવાની વિગત સામે આવી હતી તે બિલકુલ ખોટી વાત છે. પૂર્વ તલાટી દ્વારા ખોટી રીતે દસ્તાવેજો બનાવવામાં આવેલા હતા.

વધુમાં તેમણે જણાવ્યું કે, ત્રાકુડા ગામનો પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા એ કૃત્ય કર્યું છે 44 પ્લોટ છે જેને લઈને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. ભોગ બનેલા કોઈએ કલેક્ટર તંત્રનો સંપર્ક કર્યો નથી. આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે. આરોપી તલાટી ધર્મેશ હાપલિયા હાલ હડમતિયા ખાતે કામગીરી કરતો હતો. પોલીસ દ્વારા તલાટીની હાલ વધુ પૂછપરછ શરૂ છે.

શું છે સમગ્ર મામલો?

ગુજરાતમાં વધુ એક વખત સરકારી નકલી કચેરી ઝડપાઇ છે. છોટા ઉદેપુર, મોરબી અને મોડાસામાં સરકારી કચેરી ઝડપાયા બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત ઝડપાઇ છે. ગોંડલના ત્રાકુડા ગામમાં ગરીબોને ફાળવવામાં આવેલા 100 ચોરસવારના પ્લોટની જમીનમાં ભૂમાફિયાઓએ કૌભાંડ આચર્યું છે. વર્ષ 2008માં ગોંડલ ડેપ્યુટી કલેક્ટરે 100 ચોરસવાર માટે સર્વે નંબર 91ની 5 એકર જમીન નીમ કરેલ હોવાનો હુકમ કર્યો હતો.આ પ્લોટને ભૂમાફિયાઓએ બારોબાર સરકારી સહી સિક્કા-લેટરપેડનો દૂરઉપયોગ કરીને બારોબાર વેચી માર્યા હતા. આ અહેવાલ સામે આવ્યા બાદ ગ્રામ પંચાયતમાં કોઇ રેકોર્ડ ના હોવાની વિગતો સામે આવી છે.

 

આ સમાચાર શેર કરો