મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkotમાં રોડ પરના ખાડા મામલે વિપક્ષનો વિરોધ, ભાજપ શાસકોએ કહ્યું 'શહેરમાં ખાડા જ નથી'

Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં તંત્ર અને વિપક્ષ આમને સામને આવી ચડ્યા

Rajkotમાં રોડ પરના ખાડા મામલે વિપક્ષનો વિરોધ, ભાજપ શાસકોએ કહ્યું 'શહેરમાં ખાડા જ નથી'

Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં તંત્ર અને વિપક્ષ આમને સામને આવી ચડ્યા હતા. રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. વિરોધ પક્ષના કોર્પોરેટરોએ ખાડા મુદ્દે વિરોધ પ્રગટ કર્યો હતો. તેમજ વિરોધ પક્ષના કોર્પોરેટરોની સામાન્ય સભા બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ કહ્યું હતું કે, શાસકોને રાજકોટમાં પડેલા ખાડા દેખાતા જ નથી. તો આ મામલે મ્યુનિસિપલ કમિશ્નરે ખાડા બુરવામાં આવ્યા તેવું લેખિતમાં આપ્યું હતું. જ્યારે ભાજપના શાસકો કહે છે કે શહેરમાં ખાડા જ નથી. રાજકોટમાં ખાડા બુરવામાં અધિકારીઓની ઢીલાશ જોવા મળી રહી છે. વિપક્ષે જણાવ્યું હતું કે, મેયર નયનાબેન અને કોર્પોરેટર વિનું ઘવાને રાજકોટમાં ખાડા જ નથી દેખાતા. તો આ મામલે મેયરે કહ્યું હતું કે, રાજકોટમાં મોન્સૂન કામગીરી ચાલે છે, કોંગ્રેસ નાટક કરે છે.

આ સમાચાર શેર કરો