VIDEO/ Rajkotમાં અજાણ્યા શખ્સો દ્વારા દુકાન પર કાચની બોટલ ફેંકી નુકસાન કરવાનો પ્રયાસ
Rajkot News: એક તરફ ગુજરાત પોલીસ અસામાજીક તત્વો સામે કડક પગલા લેતી હોવાનો દાવો કરી રહી છે. ત્યારે હજુપણ રાજ્
Rajkot News: એક તરફ ગુજરાત પોલીસ અસામાજીક તત્વો સામે કડક પગલા લેતી હોવાનો દાવો કરી રહી છે. ત્યારે હજુપણ રાજ્યબરમાંથી આ પ્રકારના અસામાજીક તત્વોની ઘટના સામે આવી રહી છે. એવામાં રાજકોટમાંથી અજાણ્યા શખ્સો દ્વારા પાન પાર્લરની દુકાન પર તોડફોડ કરવાનો મામલો સામે આવી રહ્યો છે.
રાજકોટ શહેરમાં પોલીસનો ખોફ ઓસરી ગયો હોય તેમ વર્તાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં ચંદ્રેશનગર ચોકની બાજુમાં આવેલ પાનની દુકાન પર અજાણ્યા શખ્સોએ કાચની બોટલના ઘા કરવાનો મામલો સામે આવ્યો છે. બે શખ્સોએ પાનની દુકાન પર કાચની બોટલ ફેંકીને નુકસાન પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે માલવિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે.


