મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Rajkotમાં પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાની દરખાસ્તને મંજૂરી અપાઈ

Rajkot News: રાજકોટ મહાનગર પાલિકાના ઇતિહાસની ઐતિહાસિક ઘટના સામે આવી રહી છે. જેમાં પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાની

Rajkot News: રાજકોટ મહાનગર પાલિકાના ઇતિહાસની ઐતિહાસિક ઘટના સામે આવી રહી છે. જેમાં પૂર્વ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપ્યા બાદ હવે જનરલ બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, ED દ્વારા કાર્યવાહી કરવા મહાનગર પાલિકાની મંજૂરી માંગવામાં આવી હતી. ભૂતકાળમાં ક્યારેય પણ ન થયો હોઈ તેવો ઠરાવ પસાર થયો છે. સસ્પેન્ડેડ ટીપીઓ વિરુદ્ધ ED દ્વારા સકંજો કસવામાં આવશે. ED દ્વારા ધી પ્રિવેશન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ, 2002ની જોગવાઈ હેઠળ પ્રોશિક્યુશન કરવા બાબતે જૂનમાં કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો