મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIEDO: Rajkotમાં ખરાબ રસ્તાઓ મુદ્દે અનોખો વિરોધ, તંત્રને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે કર્યો હવન

રાજકોટમાં ખરાબ રસ્તોએને લઈને વૃદ્ધો તેમજ મહિલાઓએ અનોખી રીતે તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. રાજકોટના વોર્ડ નંબર

રાજકોટમાં ખરાબ રસ્તોએને લઈને વૃદ્ધો તેમજ મહિલાઓએ અનોખી રીતે તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 18માં ખરાબ રસ્તાઓની સમસ્યાને લઈ સ્થાનિક લોકો અને કોંગ્રેસ કાર્યકરોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. રસ્તાઓની ખરાબ હાલત સામે રોષ ઠાલવવા રેકડી કાઢી અને રસ્તા પર જ હવન કરીને મહાનગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકાનું તંત્ર રેકડી જેવું બની ગયું છે. વિરોધ દરમિયાન લોકોએ મહાનગરપાલિકાને સારા રસ્તાઓ બનાવવા માટે સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે હવન કર્યું. આ ઘટનાએ સ્થાનિક વહીવટની નિષ્ક્રિયતા પર સવાલ ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો