Narmada news: કલેક્ટરને EDની ધમકી આપવામાં આવી એટલે તેમણે ફેરવી તોળ્યું, ચૈતર વસાવાનો આક્ષેપ
ભરૂચ સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર યથાવત છે. ગતરોજ ચૈતર વસ

ભરૂચ સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર યથાવત છે. ગતરોજ ચૈતર વસાવા કલેક્ટર સમક્ષ પોતાના પર લાગેલા લાખોના તોડ અંગેનો ખુલાસો કરવા પહોંચ્યા હતા. જે બાદ આજે ચૈતર વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડવી પડી.
બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં
સરકારે કલેકટરને કહ્યું કે “સત્તા સામે શાણપણ સારું ન લાગે. અમને મળતી માહિતી અનુસાર કલેક્ટરને ED સુધીની ધમકી આપવામાં આવી છે. મનસુખભાઈ મારા પર જે 75 લાખનો તોડનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો. કલેકટરને અમારી અપીલ કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ. કલેક્ટર જો આજે મનસુખભાઈની વાતને સમર્થન આપતા હોય તો એમને કહીશ કે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીં.
કલેક્ટર કચેરી સામે ધરણા કરવાની ચીમકી
આપ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે મારી રાજકીય કારકિર્દી અને મારા માનને નુકસાન થાય, એવી કોઈ પણ વસ્તુને સહન કરવામાં આવશે નહીં. અમે કાર્યક્રમની માહિતી માંગીશું, પાંચ દિવસમાં જો માહિતી નહીં મળે તો કલેક્ટર કચેરી સામે સમર્થકોને લઈને હું ધરણા પર બેસીશું.






