કોલ્ડપ્લે કોન્સર્ટની મોંઘી દાટ ટિકિટના કાળા બજાર બાદ હવે સ્ટેડિયમની બહાર ટિકિટો વેચાઈ મફતમાં
બ્રિટિશ રોકબેન્ડ 'કોલ્ડપ્લે'એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કો

બ્રિટિશ રોકબેન્ડ 'કોલ્ડપ્લે'એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. ક્રિસ માર્ટિનની ટીમ ગઈકાલે (24 જાન્યુઆરી) અમદાવાદ આવી પહોંચી હતી. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં પહોંચી ચૂક્યા છે. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. આજના (25 જાન્યુઆરી) કોલ્ડપ્લે કોન્સર્ટની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં અંદાજિત 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત છે. આ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારથી કંઈક અજીબ સમાચાર મળી રહ્યા છે કે, કોલ્ડપ્લેની શરૂઆત થવા સમયે તેની ટિકિટ મફત મળી રહી હતી. જાણો તેનું કારણ...
...તો કોલ્ડપ્લેની ટિકિટ તમને મફતમાં મળી હોત
એક તરફ મોંઘા ભાવે લોકો કોલ્ડપ્લેની ટિકિટ ખરીદતા જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ કોલ્ડપ્લેની ટિકિટ મફતના ભાવે મળી રહી હતી. છેલ્લી ઘડીએ લોકો પાસે વધી પડેલી ટિકિટનો વહિવટ કરતા પ્રેક્ષકો નજરે પડ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર લોકો હાથમાં ટિકિટ્સ સાથે જોવા મળ્યા હતા. કેટલાક લોકોના હાથમાં એકસ્ટ્રા ટિકિટના પોસ્ટર પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને પોલીસ એલર્ટ, 4000થી વધુ પોલીસકર્મી તૈનાત; 400થી વધુ CCTV દ્વારા રાખવામાં આવશે નજર
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનો ભાવ
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટની કિંમત 2,500 રૂપિયાથી શરૂ થઈને 25,000 રૂપિયા સુધી છે. શ્રેષ્ઠ બેઠકો માટે ટિકિટના ભાવ 12,500 રૂપિયા સુધી છે. લાઉન્જની ટિકિટની કિંમત લગભગ 25,000 રૂપિયા સુધીછે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અપર સ્ટેન્ડમાં P અને L બેટકમાં ટિકિટનો ભાવ 2500 રૂપિયા છે. ત્યાં જ K અને Q બેઠકમાં 3500 રૂપિયા છે. ત્યાં જ J અને R બેઠકમા ટિકિટનો ભાવ 6500 રૂપિયા છે.
ઉપરાંત સ્ટેજની થોડા નજીક લોવર સ્ટેન્ડમાં C અને F બેઠકમાં રૂ.3000 છે તો B અને G બેઠકમાં 4500 રૂપિયા છે. તો સ્ટેજની સામે A અને H બેઠકમાં રૂ.9500 ટિકિટનો ભાવ છે. ત્યાં જ સ્ટેજની એકદમ સામે ઉભા રહીને કોન્સર્ટ નિહાળવા માટેની ટિકિટ 12,500 રૂપિયામાં વેચાઈ રહી છે. આ ઉપરાંત પ્રેસિડેન્સલ ગેલેરીમાં લેવલ-3ની ટિકિટની કિંમત 25,000 રૂપિયા છે.






