મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં મુખ્યમંત્રી બોલ્યા, “સીએમ કે પીએમ આવે ત્યારે જ સફાઈ કરવાની એવું નથી જોઈતું” જુઓ વીડિયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19 ઓક્ટોબરે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સિનર્જી નામન

વડોદરામાં મુખ્યમંત્રી બોલ્યા, “સીએમ કે પીએમ આવે ત્યારે જ સફાઈ કરવાની એવું નથી જોઈતું” જુઓ વીડિયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19 ઓક્ટોબરે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સિનર્જી નામના કાર્યક્રમમાં સંબોધન કરતા હળવી શૈલીમાં વડોદરાના સત્તાધીશોને સ્વચ્છતા અંગે ટકોર કરી હતી.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડોદરા તો સંસ્કાર નગરી છે અને એટલે જ સ્વચ્છતાને સ્વભાવ બનાવીને તેને સંસ્કારમાં ઉતારવો પડે. માત્ર સીએમ અને પીએમ આવે ત્યારે જ સફાઈ થાય તેવું ના હોવું જોઈએ. વડાપ્રધાને સફાઈ અભિયાન શરૂ કર્યું છે ત્યારે આપણે બધાએ તેમાં જોડાવું પડશે. સરકાર અને કોર્પોરેશન તો આ કામ કરશે પણ વડોદરાના લોકોએ સાથે રહીને આ કામ કરવાનું છે.

વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના વહીવટી તંત્રના અધિકારીઓને અરીસો બતાવતું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. જુઓ મુખ્યમંત્રીનું આ નિવેદન : 

આ સમાચાર શેર કરો