મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્વારકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ

ગુજરાતમાં મેઘરાજા ટી-20 અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ

દ્વારકામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું હવાઈ નિરીક્ષણ

ગુજરાતમાં મેઘરાજા ટી-20 અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરિણામે દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્યાણપુર અને દ્વારકાના ગામડાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને ડીજીપી વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાનાઅસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો. 

આ સમાચાર શેર કરો